વગર આમંત્રણે આવીને કામ કરે એ વ્હાલા - શાસ્ત્રીજી | ખેડબ્રહ્મા 

 વડાલી સત્તાવીસ સુથાર સમાજ તથા શ્રી વિશ્વકર્મા દેવસ્થાન સેવા સમિતિ ખેડબ્રહ્મા ઘ્વારા વિશ્વકર્મા મહાપુરણ કથાના પાંચમા દિવસે ભગવતી રાંદલ અને ભગવાન સૂર્યનારાયણનો લગ્ન પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભગવતી રાંદલ માતાના યજમાન તરીકે સુથાર મધુબેન મહેન્દ્રપ્રસાદ પરિવાર તથા સૂર્યનારાયનના યજમાન તરીકે 

કૈલાસબેન પ્રદ્યુમનભાઈ સુથાર પરિવાર ઘ્વારા ધર્મલાભ લીધો હતો જેમાં સૂર્યભગવાન ની જાન જોડી વાજતે ગાજતે મંડપમાં આવી હતી જ્યા રાંદલ માતાજી અને સૂર્યનારાયણના લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં લખુભાઈ ભીમજીભાઈ અટારા અને પટેલ હીરાભાઈ માધાભાઈ ઘ્વારા 22000 નું મામેરું ભરવામાં આવ્યું હતું કથા દરમ્યાન શાસ્ત્રીજી ઘ્વારા સગા વહાલાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે

વગર આમંત્રણે આવી કામ કરવા લાગે તેને વહાલા કહેવાય પણ પ્રસંગ વખતે રિસાઈને બેસે તેને સગો કહેવાય હું તો નહીં આવું પણ મારી સાથે બીજાને પણ નહીં આવવા દઉં કથા દરમ્યાન ખેડબ્રહ્માના યુવા કથાકાર રાધાદાસ કશ્યપ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા 

 કથા શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા