- ઉભી બજારોમાં અંડર ગ્રાઉન્ડ ગટરના ઢાંકણા ખુલ્લા
- સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ જાય છે ક્યાં
- ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન એમ્બ્યુલસ નગરપાલિકામાં ફાળવવામાં આવેલ ફોરવીલ રીક્ષાઓ જોવા મળી રહી છે ભંગારની હાલતમાં
- વોર્ડ નંબર 1 ઇન્દીરાનગર પીવાના પાણીની પાઇપલાઇનમાં આવી ગયું છે ગંદુ પાણી
- સોચાલય શોભાના ગાંઠિયા સમાન
હારિજમાં 6 વોર્ડ આવેલ છે તમામ વોર્ડમાં સમસ્યા ૨૪ સભ્યો 16 ભાજપ અને 7 કોંગ્રેસમાંથી વિજેતા બનેલ છે અગાઉ ભાજપના જ વિજય ઉમેદવારે અઢી વર્ષની કેમ પૂરી થતાં પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી ભાજપ એક મતથી સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું હતું અગાઉ પોતાના વિસ્તારોમાં કામ કરાવવા માટે ભાજપના કોર્પોરેટરો દ્વારા રાજીનામા ધરવામાં આવ્યા
વોર્ડ નંબર 1 ગંદકીનું સામ્રાજ્ય ઇન્દિરા નગર વિસ્તાર અને વોર્ડ નંબર 2 મધુવન સોસાયટી વોર્ડ નંબર 3 ચોમાસાના સમયે લોકોને રસ્તા પાણી બાબતે સમસ્યા સોમનાથ નગર ઝા પટ પરા મામલતદાર કચેરી આજુબાજુ તળાવ ની પાર હારીજ મુખ્ય બજાર કે.પી હાઇસ્કુલ સહિત તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે પાલિકાની બેદરકારી અગાઉ હારીજના રહીશો દ્વારા ભુખડ તાલ અને હારીજ મામલતદાર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યા છતાં પણ પાલિકાનું પેટનું પાણી પણ હલતું નથી મિનરલ વોટર પાણીનો પ્લાન્ટ ચાલુ છે પરંતુ પાણી ફિલ્ટર કરી આપવામાં આવે છે કે પછી બાયપાસ કરી અને તેના સેમ્પલો લઈ લેબોટરી માં ચેકિંગ પર આવેલ છે કે કેમ જ્યારે કોર્પોરેટર કોઈ સાંભળવા તૈયાર નથી કોન્ટ્રાક્ટરોને કામ આપી દેવામાં આવે છે ચીફ ઓફિસર પણ કોઈ ગંભીરતાથી લેતા નથી સરકારનો એક નવો અભિગમ સીસીટીવી કૅમેરા પણ શોભાના ગાંઠિયા સમાન હાઇવે ચાર રસ્તા તાલુકા પંચાયત નજીક હમણાં જ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજયુ હતુ સીસીટીવી બંધ હોવાથી કોઈદી ફૂટેજ મળેલ નથી ક્યારે જાગશે પાલિકા