શહેરાની હોસેલાવ ચોકડી પાસે કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા હીટ એન્ડ રનના કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ હાઈવે માર્ગ ચક્કાજામ કર્યો,ડ્રાઈવરોએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા,પોલીસે સ્થળ પર પહોંચી હાઈવે પર થયેલ ચક્કાજામને દૂર કર્યો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભારત સરકાર દ્વારા તાજેતરમાં હિટ એન્ડ રનનો કાયદા લાવવામાં આવ્યો છે,જેમાં અકસ્માત સર્જી ભાગી જનાર ચાલકને ૧૦ વર્ષની સજા સાથે લાઈસન્સ રદ્દ કરવાની જોગવાઈ કરવામાં આવી છે,ત્યારે આ હિટ એન્ડ રનના કાયદાને લઈને વાહનચાલકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે વાહનચાલકોએ આ કાયદાને કાળો કાયદો ગણાવી કાયદાને પરત લેવાની માંગ સાથે ઠેરઠેર હાઈવે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે,ત્યારે પંચમહાલ જીલ્લામાં શહેરા - લુણાવાડા હાઈવે પર આવેલ હોંસેલાવ ચોકડી પાસે કેટલાક ટ્રક ચાલકોએ એકઠા થઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ નોંધાવામા આવ્યો હતો,જેમાં કેટલાક ચાલકોએ રોડની વચ્ચે તેમની ટ્રકો આડી મુકી ચક્કાજામ કરીને હિટ એન્ડ રનના કાયદાના સંદર્ભમાં સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો,જેને લઈને હાઈવે માર્ગ પરથી પસાર થતી એસ.ટી. બસો તેમજ કાર ચાલકોને થોડા સમય માટે હાઈવે માર્ગ પર જ તેમના વાહનો ઉભા રાખવાની ફરજ પડી હતી,જેથી ડ્રાઈવરોએ ચક્કાજામ કરતા હાઈવે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જેની જાણ પોલીસને થતાં પોલીસે સ્થળ પર પહોંચી હાઈવેની વચ્ચે ખડકી દેવાયેલા ટ્રકો હટાવી હાઈવે ખુલ્લો કરી વાહન વ્યવહાર ફરી કાર્યરત કરવામાં આવ્યો હતો. જોકે આ કાયદો સરકાર રદ કરી મા આવે તેવુ ડ્રાઈવરોએ જણાવ્યું હતુ