ડીસા શહેર ના પાટણ હાઈવે ઉપર આવેલી એન્જલ્સ સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસની સાથે સાથે અન્ય રમતોનું પણ કોચિંગ આપવામાં આવે છે આ ઉપરાંત વર્ષ દરમિયાન અનેક સ્થળોએ પ્રવાસ નું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે મંગળવારે એન્જલ્સ સ્કૂલ ના ધોરણ 4,5ના વિદ્યાર્થીઓ ને ડીસા ના ઉત્તર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જેમાં ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારી અને કર્મચારી દ્વારા બાળકોને પોલીસ સ્ટેશન માં તમામ વિભાગો બતાવી પોલીસ સ્ટેશનની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળા ના પ્રિન્સિપાલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા