કાલોલ તાલુકાના મલાવ ગામે આવેલ કૃપાલુ વિદ્યામંદિર ખાતે વાડો કરાટે ડુ એસોસિયેશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાની નાના ભૂલકાઓ માટેની કરાટેની સ્પર્ધા યોજાઈ હતી જેમાં પંચમહાલ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓની મળી કુલ આઠ જેટલા જિલ્લાઓની વિવિધ શાળાના બાળકોએ આ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં છ વર્ષની કેટેગરીમાં યોજાયેલી કરાટે સ્પર્ધામાં હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી શ્રીમતી વી.એમ. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના કે.જી.વિભાગના વિદ્યાર્થીઓ એવા પાંચ નાના ભૂલકાઓએ મેદાન મારી કરાટે સ્પર્ધામાં શાળાનો ડંકો વગાડી વી.એમ.સ્કૂલ સહિત પરિવારનું નામ રોશન કર્યું હતું જેમાં શ્રીમતી વી.એમ. શાહ ઇંગ્લીશ મીડીયમના આચાર્ય રજનીકાંત ધમલ અને વી.એમ.સ્કુલના કે.જી.વિભાગના હેડ શબા પઠાણના સહયોગ થકી સ્કુલના કરાટે કોચ દુષ્યંતભાઈ જોષીની શ્રેષ્ઠ તાલીમ અને માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પાંચ બાળ ભૂલકા વિદ્યાર્થીઓએ ૦૧ ગોલ્ડ મેડલ ૧ સિલ્વર અને ૦૩ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને સમગ્ર રાજ્યભરમાં શ્રીમતી વી.એમ. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સહિત પોતાના પરિવાર તેમજ કરાટે કોચનું નામ રોશન કરી ગૌરવ અપાવ્યું હતું જેમાં છ વર્ષની કેટેગરીની કરાટે સ્પર્ધામાં શ્રીમતી વી.એમ. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલની છ વર્ષની પુષ્ટિ પ્રતીકકુમાર દરજીએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી જ્યારે મોહમ્મદ ઉંમર મોહમ્મદ હનીફ મલેકે શ્રેષ્ઠ પ્રદર્શન કરી બીજા ક્રમે સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ હીર જીગ્નેશકુમાર જોષી, મહર્ષિ પ્રિતેશકુમાર ચૌહાણ અને મજહરઅલી મોહમ્મદ મુસ્તકીમ મકરાણી સહિતના છ વર્ષની ઉંમરના આ ત્રણ વિદ્યાર્થીઓએ પણ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન વડે બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી જેમાં શ્રીમતી વીએમ ઇંગલિશ મીડીયમ સ્કુલના આચાર્ય રજનીકાંત ધમલ,કે.જી વિભાગ હેડ શબા પઠાણ સહિત સમસ્ત સ્ટાફ અને આ બાળકોના પરિવાર સહિત સૌ કોઈએ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ સહિત કરાટે કોચ દુષ્યંતકુમાર જોષીને અભિનંદન પાઠવ્યા હતા.