ખેડબ્રહ્મામા યુવતી ગૂમ થવા અંગે પોલીસમાં જાણ કરાઈ
| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માના પ્રજાપતિ વાસમાં રહેતી યુવતી ભાગી જતા ખેડબ્રહ્મા પોલીસને જાણ કરાઈ હતી.
ખેડબ્રહ્માના પ્રજાપતિ વાસમાં રહેતા પ્રજાપતિ પરીવાર ગત 29 ડિસેમ્બરે રાત્રીના પરિવાર સાથે સુઈ ગયા હતા અને 30 ડિસેમ્બરે સવારે 6 કલાકે જાગીને જોતા તેમની દીકરી ઘરમાં નહોતી જેથી આજુબાજુ તપાસ કરતાં મળી આવેલ નહી. રાધા દરરોજ સવારના ૬ વાગ્યે લિજ્જત પાપડ બનાવવાની ફેક્ટરીમાં કામે જતી હોઈ ત્યાં ગયેલ હશે અને આવી જશે તેમ સમજી તપાસ કરેલ નહી અને બપોરના બારેક વાગ્યા સુધી પરત ન આવતાં તેમના પુત્રોએ ફેક્ટરીમાં તપાસ કરતાં મળી આવેલ નહી જેથી સગા સબંધીઓમાં તપાસ કરતાં પણ મળી આવેલ નહી ત્યારબાદ તેમની પત્ની પર મારી પત્ની પર તેમની દીકરીનો મોબાઇલ નંબર ઉપરથી ફોન આવેલ હતો અને જણાવેલ કે મે લગ્ન કરી દીધેલ છે તમો શોધખોળ કરશો નહી તેવી વાત કરતા
કોઈને કહયા વગર 30 ડિસેમ્બરે ક્યાંક જતી રહેલ હોઇ અને આજદિન સુધી મળી આવેલ ન હોઇ ગુમ થવા અંગે જાણ કરી હતી