*વિકસિત ભારત સંકલ્પ યાત્રા : મેરી કહાની મેરી જુબાની*

વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી મનુષ્ય જીવન સાથે પર્યાવરણને પણ અનુકૂળ છે - લાભાર્થી રેખાબેન પટેલ

  સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના પંચવટી ગામના રેખાબેન કમલેશભાઈ પટેલ કૃષિ દુર્ગા મિશન મંગલમ સાથે ઘણા સમયથી જોડાયા છે. તેવો પ્રાકૃતિક ખેતી કરીને ખૂબ જ સારુ ઉત્પાદન લઈ રહ્યા છે.રેખાબેન પટેલ જણાવે છે કે વર્તમાન સમયમાં મનુષ્યની જીવનશૈલી બદલાઈ છે.ખેતી કામમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વપરાશને કારણે જીવન જોખમાયા છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતીએ મનુષ્ય જીવન સાથે પર્યાવરણને પણ અનુકૂળ છે દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.વધુમાં તેઓ જણાવે છે કે સખી મંડળની જૂથની મીટીંગો દરમિયાન પ્રાકૃતિક ખેતી માટેની તાલીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી પ્રાકૃતિક ખેતી અંગેનું પૂરતું માર્ગદર્શન મળ્યું હતું. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરીને ખૂબ જ સારું ઉત્પાદન લઈ રહ્યા છે. આ ઉપરાંત કૃષિ દુર્ગા મિશન મંગલમ મંડળ થકી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે.