સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, મહિલા અને બાળ અધિકારીની કચેરી અને DHEW ટીમ તેમજ બેટી બચાવો, બેટી પઢાવો સેલ દ્વારા બી.આર.સી. ભવન સુરેન્દ્રનગર ખાતે સાયબર સેફટી, સોશિયલ મીડીયાના ઉપયોગ, પોક્સો એકટ અને મહિલાલક્ષી યોજના અંગે જાગૃતીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી જે.બી.ત્રિવેદી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયુ હતું. ત્યારબાદ પી.એસ.આઇ ઝાલા દ્વારા સાયબર સેફટી અને સોશિયલ મીડીયાના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં હતી.ઉપરાંત પી.બી.એસ.સી કાઉન્સેલર સંગીતાબેન વાઘેલા દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર અને 181 અભયમની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. પૂર્ણા ક્ધસલ્ટન પાર્વતીબેન દ્વારા પૂર્ણા યોજના વિશે અને આંગણવાડી વર્કર દ્વારા પોક્સો એક્ટ વિશે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત બેટી બચાવો, બેટી પઢાવો અને મહિલાલક્ષી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ જીજ્ઞાબેન,હેડકોન્સ્ટેબલ જાગૃતિબેન, જલ્પાબેન ચંદેશરા સહિત મહિલા અને બાળ અધિકારીની કચેરી અને આઇ.સી. ડી.એસ વિભાગના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.