સુરેન્દ્રનગરમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સાયલા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગતા તા.ના રોજ અધિક્ષક નશાબંધી અને આબકારી કચેરી સુરેન્દ્રનગર અધ્યક્ષ સ્થાને સાયલા તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સરકારી સભ્યોમાં અધિક્ષક આર.ડી.સોલંકી અને પોલીસ સબ ઈન્સપેકટર અને ઓફીસર કમાન્ડીંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં કંચનબેન પીતામ્બર જાદવ, કંચનબેન શામજીભાઈ મોરી, ઉર્મીલાબેન જીજ્ઞશભાઈ સભાણી, વિપુલભાઈ હરીપ્રસાદભાઈ દવે, સાપરાજભાઈ બાબાભાઈ ખાચર, રામસંગભાઈ રઘુભાઈ બોહકીયા ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં યુવાનોને વ્યસન વિશે સમજણ આપવી, દરેક સામાજમાં નશાબંધી વિશે પ્રોગ્રામ કરવા તેમજ ભારતીય વિશે સમજણ આપવી દારૂ પીવાથી થતા નુકશાન વિશે માહિતી આપવી તેમજ પછાત વર્ગોમાં પ્રચાર-પ્રસાર કરવા શિબિર કરવી, વૃક્ષો રોપણ કરવું તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીં.