વિરપુર તાલુકાની જોધપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તાલુકાની વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી તાલુકાનુ મુખ્ય મથકના વિરપુર પોલીસ સ્ટેશન,આઈટીઆઈ કોલેજ, મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓની મુલાકાત લઈને પોલીસની કામગીરી અને વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી આ અંગેની વિગત એવી છે કે તાલુકાની જોધપુર પે સેન્ટર શાળાના ધો-6 થી 8 વિધાર્થીઓએ શિક્ષકો સાથે વિરપુર પોલીસ સ્ટેશનની

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મુલાકાત લીધી હતી ત્યાં દોઢ કલાકના રોકાણ દરમિયાન પીએસઆઈ,પોલીસ કોન્સ્ટેબલ મારફતે અલગ અલગ વિભાગમાં કેવી રીતે કઈ કઈ કામગીરી થાય છે તેના વિશે જાણકારી મેળવવામાં આવી હતી તો પોલીસ સ્ટેશનમાં જેલ પણ જોઈ હતી અને તેના વિશે જાણકારી મેળવી હતી ત્યારબાદ વાયરલેસ વિભાગમાં કેવી રીતે કામગીરી થાય છે તેની જાણકારી

મેળવી ઉપરાંત પોલીસ સ્ટેશન ઓફિસર એટલે કે,પીએસઓ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીની કામગીરી વિશે જાણકારી મેળવ્યા બાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચેમ્બરની મુલાકાત લઈ તેમની કામગીરી શું તે વિશે વિધાર્થીઓએ પ્રશ્નોતરી કરી હતી ખાખી ડ્રેસથી ડરવું નહિ અને તે આપણને ક્યાં સંજોગોમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી બાદમાં પોલીસ ઇન્સ્પેકટર દ્રારા આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણ પર્વમાં ચાઈનીઝ દોરી વપરાસ નહીં કરવા અંગે વિધાથીર્ઓને માર્ગદર્શન આપ્યું હતું...