સિંહ એ જૈવિક સાંસ્કૃતિક, ધાર્મિક પારી સ્થિતીક રીતે ઘણું બધું અલગ અને આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વ માં તેનાં સરંક્ષણ અને સંવર્ધન માટે લોકો માં જાગૃતિ આવે અને લોકો ની ભાગીદારી વધે તેં હેતુસર ૧૦ મી ઓગષ્ટ નાં રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તેનાં ભાગરૂપે ચોટીલા માં પણ વિશ્વ સિંહ દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ચોટીલા તાલુકા ની ૧૬૦ થી વધું શાળા માં ઉજવણી કરવામાં આવી,  આ કાર્યક્રમ દરમિયાન લોકો અને બાળકો માં સિંહ પ્રત્યે જાગૃતિ આવે એ હેતુસર માર્ગદર્શન આપવા માં આવેલ હતુ.

 ચોટીલા સ્થાનિક શાળા ઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ શાળા માં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, સિંહ નાં મુખોટા પહેરી , "ગીર બચાવો- સિંહ બચાવો" નાં નારા સાથે વિદ્યાર્થી ઓની રેલી કાઢવા માં આવેલ તો વળી ક્યાંક શાળા નાં પટ આંગણમાં " save Lion "  લખી સિંહ ની ચિત્રાકૃતિ  દોરવા માં આવેલ.

 આ કાર્યક્રમ માં વન વિભાગ ના  DFO, RFO, ફોરેસ્ટ સ્ટાફ અને શાળા નાં શિક્ષકો, ગ્રામજનો ની ઉપસ્થિતિ માં વિશ્વ સિંહ દિવસ  ની ઉજવણી કરવામાં આવેલ હતી.