સતલાસણાના ભાટવાસ ગામની સીમમાંથી હાલ વણસાદા ગામમાં રહેતા શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો. મહેસાણા એસઓજી ની ટીમે ગોળ છરા એલ્યુમિનિયમની ચાર કેપ અને મોબાઈલ સહિત 7000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સતલાસણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી મહેસાણા એસઓજી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ભાટવાસ ગામની સીમા નારસંગા વીર મહારાજના મંદિર પાસેના ખરાબામાં કોદરવી દિલીપ પાબુભાઈ હાલ રહે વણસાદા તા. સતલાસણા મૂળ રહે જોતરસ જી બનાસકાંઠા નામનો શખ્સ દેશી એક નાળચાવાળી બંદૂક પોતાની પાસે રાખીને શિકાર કરવા ઊભો છે.

જેને આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દેશી બનાવટની બંદૂક સાથે કોદરવી દિલીપને ઝડપી પાડ્યો હતો. પોલીસે મોબાઈલ અને બંદૂક મળી 7000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.