લાખણી માંથી બળાત્કાર, અપહરણ અને પોક્સોનો ફરાર આરોપી પકડાયો..

બનાસકાંઠા ના આગથળા પોલીસની હદમાં છેલ્લા બે મહિના થી બળાત્કાર, અપહરણ અને પોકસો જેવા ગંભીર ગુન્હો આચરી નાસતા ફરતા આરોપી ને પોલીસે પકડી પાડ્યો છે, જે અંગે ડીસા સીપીઆઈ વધુ તપાસ હાથ ધરી છે..

આગથળા પોલીસ મથકે બે મહિના અગાઉ બળાત્કાર, અપહરણ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જેમાં થરાદ તાલુકા ના વાઘાસણ ગામનો કસ્તુર જોહાભાઈ ઠાકોર નામનો યુવક એક સગીરા ને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેનું અપહરણ કરી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે અંગેની ફરિયાદ આગથળા પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપી ની શોધખોળ હાથ કરી હતી..

જોકે છેલ્લા બે મહિના થી પોલીસ ને ચકમો આપી નાસતા ફરતા આ આરોપી ને આજે લાખણી વિસ્તાર માં ફરતો હોવાની માહિતી મળતા જ પોલીસ સતર્ક બની હતી અને આરોપી ને લાખણી મુકામે થી ઝડપી પાડ્યો છે, આ આરોપી ને ઝડપી આગળની કાર્યવાહી માટે ડીસા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ને સોંપવામાં આવ્યો છે..