પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી ભાડાના મકાનમાં રહેતી નર્સ ઉપર તેણીના પૂર્વ મંગેતરે પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે તેણીએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જીલ્લાના એક તાલુકાની યુવતી પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. જેના પતિ અન્યત્ર નોકરી કરતા હોઇ તેના ભાઇ સાથે શહેરમાં ભાડાના મકાનમાં રહે છે. યુવતીની સગાઇની વાત નવ વર્ષ અગાઉ અમીરગઢ તાલુકાના ગઢડાના અલ્પેશભાઇ કાળાભાઇ ધ્રાંગી સાથે થઇ હતી. જોકે, તેણે સગાઇ કરવાની ના પાડી હતી. આથી યુવતીના માતા-પિતાએ અન્ય યુવક સાથે તેણીના લગ્ન કરાવ્યા હતા. જોકે, પતિ અન્યત્ર નોકરી કરતો હોઇ તેણી પોતાના ભાઇ સાથે પાલનપુરમાં ભાડાના મકાનમાં રહેતી હતી.
જ્યાં તેનો ભાઇ રાત્રે નોકરી કરવા ગયો હતો. ત્યારે રાત્રે આવેલા પૂર્વ મંગેતરે તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ અંગે યુવતીને પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, પૂર્વ મંગેતર યુવતી જે હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ત્યાં ગયો હતો. અને તેના પતિને છોડીને પોતાની સાથે રહેવા કહ્યુ હતુ. જોકે, યુવતીએ ના પાડી હતી. આથી તેણીના ઘરે જઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યુ હતું.