છોટાઉદેપુર ડિવિઝનમાં આવેલા જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરીનો આરંભ કરાયો

         છોટાઉદેપુર ડિવિઝન માં આવેલા વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરીનો આરંભ કરાયો છે. જેમાં જળ વિસ્તારના પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે, જેની માહિતી ગુજરાત રાજ્ય ની છોટાઉદેપુરની ટીમે આલ્હાદક દ્રશ્યોનો નજારો ગુજરાતના દર્શકોને પીરસવા માટે છોટાઉદેપુર તાલુકાના ગોંદરીયા તળાવ ઉપર પહોંચી હતી.

         વન વિભાગ દ્વારા આવી કામગીરી પણ કરવામાં આવતી હોવાની જાણ ખૂબ ઓછા લોકોને હશે અને કદાચ હશે તો પણ આ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે. તેથી પણ કદાચ અજાણ હોઈ શકે છે. ત્યારે સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊઠે કે આ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે..? પક્ષી ગણતરી માટે જંગલખાતાના કર્મચારીઓ ડિજિટલ કેમેરા તેમજ દૂરબીન જેવા સાધનોનો ઉપયોગ કરે છે. જે પક્ષીઓ દેખાય તેના નામ લખી લેવાના હોય છે, જે બાદ એ પક્ષીઓ જેટલા દેખાય એ પ્રમાણે ઉમેરતા જવાનું હોય છે. મળતી માહિતી મુજબ ૪૨ જેટલી જાતિઓ આ ગણતરી દરમિયાન જોવા મળી આવે છે. જેમાંથી ૧૫ જેટલી જાતિઓ માઈગ્રેટ થઈ છોટાઉદેપુર ડિવિઝન વિસ્તારમાં આવતી હોય છે.

           છોટાઉદેપુર ડિવિઝનમાં આવેલ સુખી ડેમ, ગોંદરીયા, લઢોદ,નાની ઝેર તળાવ, જામલી ડેમ, હાફેશ્વર નર્મદા , તુરખેડા, લિંડા તળાવ, બહાદરપુરના સંત તળાવમાં ઉપરાંત આનંદપુરા અને અલ્હાદપુરા સહિત ૨૨ જેટલાં જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે. જેના માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.

         પ્રાપ્ત માહિતિ મુજબ ડિસેમ્બર માસમાં પક્ષી ગણતરી થયા બાદ તા.૨૪-૨૫ જાન્યુઆરી અને ૩૦-૩૧ જાન્યુઆરીએ એમ ત્રણ તબક્કે ગણતરી કરવામાં આવશે.જિલ્લામાં વિવિધ રેન્જમાં આવેલા તળાવો,ડેમ અને નર્મદા કિનારાના વિસ્તારોમાં પક્ષી ગણતરી કરવામાં આવશે.આના માટે કુલ ૧૮ જેટલી ટિમો છે.જે વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરી રહી છે. દર પાંચ વર્ષે એક વખત ગણતરી કરાતી હોય છે.કેટલાક તળાવોમાં યાયાવર પક્ષીઓ પણ આવે છે. સંખેડા તાલુકાના માંજરોલ નજીક આવેલા વઢવાણા તળાવમાં શિયાળાની મોસમની શરૂઆત સાથે જ યાયાવર પક્ષીઓ આવવાના શરૂ થઈ ગયેલા છે. આ પક્ષીઓ માત્ર વઢવાણા તળાવ જ નહીં પણ આસપાસના ગામોના તળાવોના મહેમાનો પણ બનતા હોય છે. જો પક્ષીઓનું ટોળું હોય તો આશરે સંખ્યા લખવાની થાય છે. સવારથી સાંજ સુધી પક્ષીઓની ગણતરી કરવા માટે કર્મચારીઓને બેસવું પડતું હોય છે.છોટાઉદેપુર જિલ્લામાં ૧૫ જેટલી પક્ષીની જાતિઓ માઈગ્રેટ થઈ અને છોટાઉદેપુર જિલ્લામાં આ શિયાળાની મોસમ દરમિયાન આવતી હોય છે.જેના અલ્હાદક નજારાને માણવા માટે કેટલાક પ્રવાસીઓ પણ છોટાઉદેપુર જિલ્લાના તળાવ કે નદી કિનારાના સ્થળોની પ્રવાસ માટે પસંદગી કરતા હોય છે. અને આ અલ્હાદક નજરાઓની આનંદની પળો માણતા હોઈ છે.

છોટાઉદેપુર ડિવિઝન માં આવેલા વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં ઇન્ડિયન સ્પોટેડ ડક, ગ્રામીણ ડક, સ્વિફ્ટ, સ્પૂન બિલ ડક, કોન્ડકટ, કોમન ઈ ગ્રેટ, કેટલ ઈ ગ્રેટ, વાઇલ્ડ ઇ ગ્રેટ તેમજ કિંગફિશર જેવા વિવિધ પક્ષીઓ જોવા મળી રહ્યા છે.