ડીસા ના આસેડા પાસે કારચાલકે બાઈક ચાલક ને અડફેટે લેતા અક્સ્માત..

ડીસા-પાટણ હાઈવે પર આજે કારચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈકચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો..

ડીસા માં યુજીવીસીએલ માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામજી ઠાકોર આજે ડીસા-પાટણ હાઇવે પર બાઈક લઈને જઈ રહ્યા હતા, આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળ થી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માત માં બાઈકચાલક રોડ પર પટકાતા પગના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા..

અકસ્માત ને પગલે આજુ બાજુ ના લોકો અને વાહન ચાલકો એ ઊભા રહી રાહત કામગીરી શરૂ કરી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી, અને ઇજાગ્રસ્ત બાઈક ચાલક ને સારવાર અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો..

અકસ્માત ને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા થઈ ગયા હતા, જ્યારે ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ ખસેડી રોડ ખુલ્લો કર્યો હતો..