પાવીજેતપુર પંથકમાં ઠંડીનો ચમકારો વધતા વિદ્યાર્થીઓ શિક્ષકો સૂરજદાદાના શરણે
છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો ખૂબ વધી જવાના કારણે સુરજદાદાના શરણે વિદ્યાર્થીઓ શિક્ષકોને જવાની ફરજ પડી છે. તસવીરમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં અધ્યતન ભૌતિક સુવિધા હોવા છતાં ઠંડીનો ચમકારો ખૂબ વધી જવાના કારણે શાળાના મેદાનમાં સુરજદાદામાં શરણે વિદ્યાર્થીઓ, શિક્ષકો બેસી અભ્યાસ કરી રહેલ તસવીરમાં નજરે પડે છે.