શ્રદ્ધાળુઓ ગંગાજી પ્રગટ થયા નો અહોભાવ વ્યક્ત કરે છે
વઢીયાર પંથક ના ખારા પટ વિસ્તારમાં જ્યાં હંમેશા ખારું પાણી આવે છે ત્યાં મીઠા પાણી નું ઝરણું નીકળતા આજુબાજુ ના પંથક માં ભારે આશ્ચર્ય સાથે શ્રદ્ધા નો વિષય બન્યો હતો ગ્રામજનો આ મીઠા પાણી ના વધામણાં કરી પૂજા અર્ચના કરી આચમન કરી પોતાની તરસ છુપાવી હતી અને પ્રસાદી રૂપી પાણી ભરી ઘરે લઇ ગયા હતા ત્યારે આ આશ્ચર્યજનક ઘટના 5.6.2019 માં બની હતી
આજે આ ઘટના ને 4 વર્ષ વિતી ગયા છે અને મીઠા પાણી નું ઝરણું આજે પણ વહી રહ્યું છે અને પાણી નો પ્રવાહ યથાવત છે તેને લઇ આશ્ચર્ય સર્જાયું છે
પાટણ જિલ્લા ના વાઢીયાર પંથક માં પીવાના અને સિંચાઇ ના પાણી નો મોટો પ્રશ્ન છે અને આ પંથક ની પ્રજા પાણી નો સામનો કરી રહી છે અને સમગ્ર પંથક માં પાણી માટે ની પોકાર પોકાર ઉઠે છે ત્યારે બાબરી ગોધણા વિડ નજીક ખારા પાટ વિસ્તાર જ્યા કચ્છ નું નાનું રણ શરૂ થાય છે ત્યાં એક જગ્યા એ મીઠા પાણી નું ઝરણું નીકળતા લોકો મા આશ્ચર્ય સર્જાયું હતું લોકો પાણી માટે ઝઝુમી રહ્યા છે તો કેટલાક વિસ્તારો માં ખરાં પાણી પી દિવસો ગુજારી રહ્યા હતા ત્યારે લોક વાયકા મુજબ 35 વર્ષ પહેલા આ મીઠા પાણી નું ઝરણું નીકળ્યું હતું તે બાદ આજે પાણી નો પ્રવાહ યથાવત છે
ગોધણા ના ગ્રામજનો સહિત ના ગામો માં છેલ્લા ઘણા સમય થી લોકો ખરાં. પાણી પી રહ્યા હતા ત્યારે ખારા પટ ના રણ મા એકા એક મીઠા. પાણી નિકળતા લોકો આ પાણી ને ગંગાજી નું પાણી માની તેને વધાવી પ્રસાદી રૂપે ઘરે લઇ ગયા હતા તો બીજી તરફ આ મીઠું પાણી લોક ઉપયોગી પણ બનવા પામ્યું છે એટલેજ કહેવાય છે કે જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી તે કહેવત આ ઘટના પર થી સાબિત થાય છે હાલ પશુ પંખી માટે આ પાણી આશીર્વાદ રૂપ બન્યું છે 4 વર્ષ પહેલાં આ ઘટના બની હતી એ આજે ફરી એકવાર મુલાકાત લેતા આશ્ચર્ય સાથે ઝરણું વહી રહ્યું છે
લોક વાયકા અનુસાર અહી ગંગાજી પ્રગટ થયા નું કહેવાય છે તો બૌદ્ધિકો માં અહી સરસ્વતી નો પ્રવાહ જીવંત બન્યો હોય તો નવાઈ નહીં પરંતુ શ્રધ્ધા વચ્ચે ઝરણું વહી રહ્યું છે તે એક સુખદ બાબત છે