ગુજરાત રાજ્યના અમદાવાદની 100 બટાલિયન દૂત કાર્ય બલ આર.એ.એફ.(રેપિડ એક્શન ફોર્સ) ના ઉચ્ચ અધિકારી કમાન્ડેન્ટ ગોવિંદ પ્રસાદ ઉનિયાલના માર્ગદર્શન હેઠળ સમાજના વિભિન્ન અગ્રણી નાગરિકો તેમજ સ્થાનિક પોલીસ સાથે પરિચય કેળવી સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવા તેમજ સમાજના તમામ લોકો સાથે મેળાપ કરી પરિચય કેળવવા અને અગાઉ થયેલા કોમી રમખાણોનો ચિતાર મેળવવા તેમજ કોમી રમખાણોમાં પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે સાથ સહકાર આપનાર તમામ સંસાધનો તેમજ વિશેષ વ્યક્તિઓ સ્ત્રોતોની સાથે મુલાકાત કરી તેઓની સાથે પરિચયનો સેતુ કેળવી તેઓને સાથે લઈને ચાલવા સહિત જે તે જિલ્લા સહિત વિવિધ તાલુકાઓ ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવી માહિતી એકત્રિત કરવા માટે તેમજ સમાજમાં પોલીસની છબી અને તાકાતને વધુ મજબૂત કરી પોલીસના સાથે સહયોગી અને સહભાગી બની અસામાજિક તત્વોને નાથવાના મુખ્ય હેતુસર આર.એ.એફ. (રેપિડ એક્શન ફોર્સ) દ્વારા પરિચય અભ્યાસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જે અંતર્ગત તારીખ ૧૬-૧૨-૨૦૨૩ થી પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓની મુલાકાત આર.એ.એફ. દ્વારા કરવામાં આવી રહી છે જે સંદર્ભે આજે પરિચય અભ્યાસ અંતર્ગત આર.એ.એફ.ના કમાન્ડર રાજેશકુમાર તિવારીની અધ્યક્ષતામાં આર.એ.એફ.ની એક પ્લાટુને પાવાગઢ પોલીસ મથકની મુલાકાત કરી હતી જેમાં આર.એ.એફ.ની ટીમે પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે.જાડેજા સહિત કર્મચારીઓ તેમજ પાવાગઢ પોલીસ મથકે હાજર રહેલા પાવાગઢ (ચાંપાનેર)ના સ્થાનિક અગ્રણીઓ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી અને પાવાગઢના વિવિધ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોની માહિતી મેળવી તેમજ સામાજિક અગ્રણીઓની માહિતી મેળવી પરિચય કેળવવા સહિત સુપ્રસિધ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢની ભૌગોલીક પરિસ્થિતિનો ચિતાર મેળવી સ્થાનિક નાગરિકો સહિત પાવાગઢ પોલીસ મથકની હદમાં આવતી ગ્રામીણ પ્રજાની માહિતી મેળવી હતી અને પી.એસ.આઈ. આર.જે.જાડેજા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિકો સાથે સંવાદ કેળવી પરિચય કેળવ્યો હતો અને આર્મી અને પોલીસ વચ્ચેનો પરસ્પર સાથ સંગાથ મેળવી સ્થાનિક અગ્રણીઓ સહિત જાહેર જનતા સાથે સમન્વય સાધવા અનોખી પહેલ કરી હતી પ્રસંગે પાવાગઢ પોલીસ સહિત પાવાગઢના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.