*ડીસાના માલગઢ ગામના ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી ઝેરી પ્રવાહી પી આત્મહત્યાની કરી કોશિશ*

અસરગ્રસ્ત ખેડૂત સારવાર હેઠળ પોલીસે તપાસ હાથ ધરી

ડીસામાં વ્યાજખોરના કારણે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરવાની કોશિશ કરી. ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતે પોતાની જમીનના પૈસાની લેવડ-દેવડના મામલે વ્યાજ સાથે વધુ નાણાં ચૂકવવા છતાં જમીન પરત નહીં મળતા આખરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જે મામલે ડીસા તાલુકા પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

ડીસા તાલુકાના વડાવલ ખાતે રહેતા ખેડૂત પુત્ર વસંત શંકરલાલ માળીએ વર્ષ 2019 માં ફાઇનાન્સની પેઢી ચલાવતા મુકુંદ મહેતા નામના શખ્સને ખેડૂત બનાવવા માટે પોતાની ચાર વીઘા જમીન આપી હતી.જેની સામે મુકુંદ મહેતા પાસેથી ખેડૂત પુત્રએ 3.21 લાખ લીધા હતા.જોકે જમીન પરત લેવા માટે 15 ટકા વ્યાજ સાથે 50 લાખ જેટલી માતબર રકમ ચૂકવવા છતાં,જમીન પરત નહીં મળતા માનસિક રીતે ખેડૂત કંટાળી ગયો હતો.

છેલ્લા બે મહિનાથી કંટાળીને ફરતા ખેડુતે આખરે બનાસ નદી પાસે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,પરંતુ ઝેરી દવાની અસર વધુ હોવાથી અસરગ્રસ્ત ખેડૂતને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરતા પીડિત ખેડૂતે સુસાઇડ નોટ પણ લખી છે,જેમાં મુકુંદ મહેતા પાસેથી કેટલા પૈસા ક્યારે દીધા,કેટલા વ્યાજ સાથે ચૂકવ્યા,તેનો પણ ઉલ્લેખ કર્યો છે.

અસરગ્રસ્ત ખેડૂત અત્યારે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સારવાર લઈ રહ્યો છે,જે મામલે પીડિતના ભાઈ લક્ષ્મીચંદ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકમાં આપઘાત માટે મજબૂર કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ઉલ્લેખનીય છે કે મુકુંદ મહેતા પર અગાઉ પણ વ્યાજખોરિ મામલે ફરિયાદ થઈ હતી.જેમાં ડીસામાં રહેતી એક શિક્ષિકાને વ્યાજે આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી...

*અહેવાલ.અમૃત માળી ડીસા*