પાવીજેતપુર હાઇસ્કુલ તથા ઇંટવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની લીધેલી મુલાકાત

           પાવીજેતપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ઇંટવાડા પ્રાથમિક શાળાના બાળકોએ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પાવીજેતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસની કામગીરી અંગે ની માહિતી મેળવી હતી. 

              પ્રાપ્ત માહિતી મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે પાવીજેતપુર શ્રીમતી વી આર સહાર્વજનિક હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ તેમજ ઈંટવાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ સમયે ઉપસ્થિત પોલીસવાળાઓએ બાળકોને પોલીસે કરવાની કામગીરી અંગેની વિગતવાર સમજ આપી હતી. સાથે સાથે પોલીસના હથિયારોનું પ્રદર્શન કરી બંદૂક કેવી રીતે ચાલે છે અને એનો ધક્કો કેટલો પાછળ લાગે છે તેની પણ વિસ્તારથી સમજ આપી હતી. વિદ્યાર્થીઓએ કુતૂહલ વસ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી તેમજ કેટલાક વિદ્યાર્થીઓને જિજ્ઞાસા વધતા અનુ પ્રશ્નો પણ કર્યા હતા ત્યારે ઉપસ્થિત પોલીસે વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપ્યા હતા. જેને લઇ વિદ્યાર્થીઓ પણ કંઇક વિશેષ માહિતી મેળવ્યા હોવાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. 

           આમ, પાવીજેતપુર હાઈસ્કૂલના તથા ઇંટવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાવીજેતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસની કામગીરી અંગે વિસ્તારથી માહિતી મેળવી હતી.