લખતરના ઝેઝરી ગામ પાસે પીકઅપ વાનમાંથી ઈંગ્લિશ દારૂની ૬૦૦ બોટલ મળી આવી હતી. પોલીસે પીછો કરતા વાનનો ચાલક વાનને બિનવારસી છોડી નાસી ગયો હતો. આ અંગે પોલીસે રૂ.૪.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને ફરાર વાન ચાલક સહિતના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લખતર પોલીસની ટીમ જનરલ નાઈટ દરમિયાન રાઉન્ડમાં હતી, તે દરમિયાન સવલાણા ગામ નજીક પહોચતા પોલીસને બાતમી મળી કે ૫ીકઅપ વાનમાં પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નીકળનાર છે. જેના આધારે વોચ ગોઠવી હતી.જે દરમિયાન ઇંગરોળી ગામ તરફથી એક પીકઅપ વાન આવતા તેને ઊભી રાખીને ચેકિંગ હાથ ધરતા ચાલકે પીકઅપ વાન ઉભું નહિ રાખી સવલાણાથી ઝેઝરી ગામ તરફ જવાના રસ્તે પુરઝડપે ચલાવી હતી. જેનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવતાં ઝેઝરી ગામ પાસે વાનનો ચાલક વાન મુકી નાસી છુટયો હતો. જ્યારે વાનની તલાશી લેતા અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦૦ મળી આવી હતી. પોલીસે રૂા.૨.૨૭ લાખની કિંમતનો દારૂનો જથ્થો તેમજ પીકઅપ વાન મળી કુલ રૂા.૪.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નાસી છુટેલા ચાલક સહિત દારૂ મંગાવનાર અને ભરી આપનાર શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুনোৎসৱৰ প্ৰাকমূহুৰ্তত শিমলুগুৰিৰ এখন বিদ্যালয়ৰ ছাত্ৰ-ছাত্ৰী শিক্ষক শিক্ষয়িত্ৰী লগতে অভিভাৱকৰ চকুত চকুপানী
আগন্তুক গুনোৎসৱত ভাল ফলাফল দেখুৱাবলৈ অতি কষ্টেৰে বিদ্যালয় খন সজাই পৰাই তুলিছিল বিদ্যালয়ৰ শিক্ষক...
Delhi serial killer’s accurate description of crimes left police stumped
After his arrest for raping and murdering a six-year-old girl in July 2015, Ravinder Kumar...
ડીસાના માલગઢમાં સામૂહીક આત્મહત્યા મામલે પિતાનું સારવાર દરમિયાન મોત
ડીસા તાલુકાના માલગઢ ગામે વાલ્મિકી પરિવારના સાત સભ્યોએ પાંચ દિવસ અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ...
નાણાવટી ચોક ખાતે RMC એ ઈદેમીલાદ ના ઝંડાઓ હટાવતા મુસ્લિમ સમાજના ટોળાં એકઠા થયા
નાણાવટી ચોક ખાતે RMC એ ઈદેમીલાદ ના ઝંડાઓ હટાવતા મુસ્લિમ સમાજના ટોળાં એકઠા થયા