ડીસાના રીસાલા બજાર નજીક આવેલ ચીમનલાલ હંસરાજ દોશી બ્રાન્ચ શાળાના વિદ્યાર્થીઓએ ડીસા નગરપાલિકા સંચાલિત ફાયર-ફાઇટર સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ફાયર-ફાઇટર ટ્રેનીંગ વિશે ફાયર મેન ધનાજી સોમાજી પરમાર (માળી) એ વિસ્તૃત માહિતી આપી હતી.

 જેમાં ડીસા શહેરમાં ગેસ પાઇપલાઇનની પણ માહિતી આપવામાં આવી હતી અને આગ લાગે તો શું સાવચેતી રાખવી પડે તે વિશે મોકડ્રીલ તરીકેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને ફાયર સ્ટેશનના કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને સ્ટાફગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.