ધ્રાંગધ્રાના જસમતપુર પાસે પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ મા અજાણ્યા પુરૂષ ની લાશ મળી આવતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને લાશ ને બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે મોકલી આપી હતી ત્યારે હાજર તબીબ દ્વારા અગમ્યો કારણો સર પી,એમ, કરવાની ના પડાતા પોલીસ દ્વારા ડેડ બોડીને રાજકોટ હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી હતી
ધ્રાંગધ્રા પાસે પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ મા અવાર નવાર લાશ મળી આવે છે ત્યારે જસમતપુર પાસે પસાર થતી નમઁદા કેનાલ અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને ગામ જનો દ્વારા જાણ કરતા તાલુકા પોલીસ ના દેવજીભાઈ અને ભરતભાઈ ઘટના સ્થળે દોડી જઈને લાશ સ્થાનિક લોકોના સહકાર દ્વારા બહાર કાઢી લાશને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી એમ માટે મોકલી આપી હતી ત્યારે સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા આ ડેડ બોડીનું પી એમ આયા નહીં થઈ શકે તેવું જણાવતા પોલીસ દ્વારા ડેડ બોડીને પીએમ માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે જ્યારે પણ નર્મદા કેનાલમાંથી ડેટ બોડી મળતી હોય છે અને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ માં પીએમ માટે લાવવામાં આવે છે ત્યારે હાજર તબીબ દ્વારા બાના બતાવીને પીએમ કરવામાં આવતું નથી ત્યારે પરિવારજનો ને પોલીસ ને મજબૂર બનીને રાજકોટ હોસ્પિટલ ખાતે પીએમ માટે ડેડ બોડીને લઈ જવામાં આવતી હોય છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે મરનાર ના વાલી વારસ ગોતવા માટે કેનાલ પાસે ના ગામોમાં તપાસ હાથ ધરાતા મરણ જનાર કાળુભાઈ પમાભાઈ સોલંકી મોટી માલવણ ગામના હોવાનું જાણવા મળ્યું હતું અને માનસિક રીતે બીમાર હોય એવું જાણવા પણ મળ્યું હતું ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.