ખેડા જિલ્લામાં ૩૦ દિવસમાં અંદાજિત ૭૦,૦૦૦ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનવવાના સંકલ્પ લીધા

૩૦ દિવસની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક પણ વ્યક્તિને જિલ્લામાં સિકલ સેલની ખામી જોવા ના મળી

તા. ૧૭-૧૨-૨૦૨૩ ના રોજ ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગર્ત કાર્યક્રમ યોજાશે

વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવશે

****   

          કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લોકો સુધી પહોંચાડીને તેને સેચ્યુરેશન પોઇન્ટ તરફ લઇ જવાના મક્કમ નીર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ખેડા જિલ્લાના તમામ ગામો અને નગરપાલિકા વિસ્તારોમાં ફરી રહી છે. આ યાત્રામાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના આગેવાનો સાથોસાથ ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ પણ નિરાધાર અને વંચિત વ્યક્તિ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે અંગે સઘન મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી રહી છે.

          ખેડા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આજે એક માસ પૂર્ણ થયેલ છે. ત્યારે આ રથ ૧૭૪ ગ્રામ પંચાયતોમાં ફરી છેવાડા નાગરિકો સુધી લાભ પહોંચાડ્યો છે. જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૮૪,૦૦૦ જેટલા નાગરિકો જોડાયા છે. જેમાંથી ૫૬,૬૨૩ લોકોએ આરોગ્ય કેમ્પમાં પોતાના આરોગ્યની ચકાસણી કરાઈ છે. તથા ૪૧,૩૨૮ લોકોએ ટી.બીના રોગની તપાસ કરાઇ છે. ખેડા જિલ્લામાં ૧૩૫ જેટલી ગ્રામ પંચાયતોમાં ૧૦૦% જેટલા નાગરિકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૧૮૪ જેટલા ધરતી કરે પુકાર અને નુક્કડ નાટક દ્વારા લોકોમાં સરકારી યોજનાના લાભો વિષે જાણકારી આપવામાં આવી છે.

          સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગર્ત આવતીકાલે તા. ૧૭-૧૨-૨૦૨૩ના રોજ ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં વિકાસ રથ ફરશે. જેમાં નડિયાદ, મહુધા, મહેમદાવાદ, કપડવંજ, માતર, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર તાલુકામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવશે.

       આ વિકાસરથ નડિયાદ તાલુકાના સોડપુર ગામે, મહુધા તાલુકાના બલોલ ગામે, મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે, માતર તાલુકાના દેથલી ગામે, કઠલાલ તાલુકાના રામપુરા ગામે, ગળતેશ્વર તાલુકાના જરગાલ ગામે સવારે ૧૦:૦૦ કલાકે, ત્યારબાદ કપડવંજ તાલુકાના ભાઈલાકુઈ ગામે, ઠાસરા તાલુકાના સુઇ ગામે સવારે ૧૧:૦૦ કલાકે આવશે. ત્યારબાદ મહુધા તાલુકાના મોટીખડોલ ગામે, કઠલાલ તાલુકાના નાની મુડેલ ગામે, બપોરે ૧૪:૦૦ કલાકે તેમજ કપડવંજ તાલુકાના રામતલાવાડી ગામે, ઠાસરા તાલુકાના વલ્લવપુરા ગામે બપોરે ૧૫:૦૦ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગર્ત વિકાસ રથ પ્રસ્થાન કરશે. 

૦૦૦