પાવીજેતપુર ઓરસંગ નદીના પટમાં કાકડી અને ચોળી ની ખેતી કરવા કિસાનોએ કમર કસી
પાવીજેતપુર નજીક આવેલ ઓરસંગ નદીના પટમાં કાકડી અને ચોળી ની ખેતી કરવા માટે કિસાનોએ કમર કશી, રેતીના રણમાં મહેનત ચાલુ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી કિસાનોને ખેતીમાં કોઇ ભલીવાર આવ્યો નથી. અવર નવર ક મોસમી માવઠા થઈ જતા તુવેર, ડાંગર, કપાસના
પાકને પણ ભારે નુકસાન થયું છે. જેથી કિસાનોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
છે. આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયેલા કિસાનો ઓરસંગ નદીના રેતીના
રણમાં પોતાનું કિસ્મત અજમાવવા તૈયાર થઈ ગયા છે.
સામાન્ય રીતે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના નદીના પટમાંથી રેતીનો બહુ મોટા
પાયે ધંધો થઈ રહ્યો છે. પરંતુ આ વર્ષે નવા નિયમ પ્રમાણે પુલની આજુબાજુથી એક કિલોમીટર સુધી રેતીની લીજો બંધ કરી દેવામાં આવી છે. ત્યારે કિસાનો રોકડિયા પાક એવા કાકડી અને ચોળીની ખેતી કરવામાં લાગી ગયા છે. વર્ષોથી કિસાનો આ શિયાળાના સમયમાં ઓરસંગ નદીના પટમાં તરબૂચની ખેતી કરતા હતા. પરંતુ તરબૂચ પાકવા ના સમયે પાણી ઊંડે ઉતરી જતા તરબૂચની ખેતીને મોટું નુકસાન થતું હોય, અને પાક માં ભલીવાર આવતો ના હતો તેથી આ વર્ષે તરબૂચની ખેતી કરવાનું કિસાનો એ ટાળ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી તરબૂચના પાકમાં ભલીવાર આવ્યો નથી ત્યારે મોટાભાગે કિસાનો નદીના પટમાં પોતાનું કિસ્મત અજમાવવા નું છોડી દીધું છે ત્યારે આવા સમયમાં પણ કેટલાક કિસાનો આજે પણ ઓરસંગ નદીના રેતીના પટમાં ક્યારા બનાવી રોકડ્યા પાક એવા કાકડી અને ચોળીના પાક માટેની પૂર્વ તૈયારી ચાલુ કરી દીધી છે. મોંઘા
મુલનું ખાતર, બિયારણ લાવી તરબૂચની ખેતી કરવામાં આવે છે પરંતુ વાતાવરણ નું
કોઈ પણ ઠેકાણું ન હોવાના કારણે પાકેલો તરબૂચનો પાક પણ બેસી જાય છે. ત્યારે આ વર્ષે કિસાન એ કાકડી અને ચોળી ની ખેતી તરફ વળ્યા છે. સામાન્ય રીતે કાકડી અને ચોળી દોઢથી બે મહિનામાં તૈયાર થઈ જાય છે અને કિસાન ની આવક ચાલુ થઈ જાય છે. ટૂંકી મૂડીમાં સારું વળતર મળે છે તે માટે કિસાનો નદીના પટમાં કાકડી અને ચોળીની ખેતીમાં લાગી ગયા છે.
આમ, પાવીજેતપુર ઓરસંગ પુલ નીચે એક કિલોમીટર સુધી રેતીની લીઝો બંધ થઈ ગઈ છે. કિસાનોએ નદી ના પટમાં બંને બાજુએ
કયારા બનાવી કાકડી અને ચોળી જેવા રોકડિયા પાક માટે ની પૂર્વ તૈયારી આરંભી દીધી
છે ત્યારે કુદરત હવે કિસાન તરફ જોઈ માવઠું ન કરે તેમજ વાતાવરણમાં બહુ પલટો
ન કરે તેમ કિસાનો આકાશ તરફ મીટ માંડી મેહનત કરી રહ્યા છે.