મોટી મોલડી ગામે રહેતા અમુબેન રમેશભાઈ પરમારને તેમના દેરાણી ગીતાબેન દેવજીભાઈ પરમાર સાથે 8 વર્ષથી બોલતા ન હતા. તેઓને અવારનવાર ઝઘડા થતા રહેતા હોય તેનું મનદુખ રાખીને ત્યારે અમુબેન પરમાર બંને મોટા સસરાના ઘરે મોઢે જઈને પરત આવ્યા હતા. ત્યારે ગીતાબેન દેવજીભાઈ પરમાર અને તેના દીકરાના પત્ની મનિષાબેન રાહુલભાઈ પરમાર લાકડી લઈને આવીને ગીતાબેન તેનું ચંપલ કાઢીને અમુબેનને મોઢા ઉપર મારતા અને ઝપાઝપી થતા ગીતાબેનએ અમુબેનને હાથ ઉપર બચકું ભરી લેતા હાથમાંથી લોહી નીકળી જતા અને ગીતાબેન અને મનીષાબેન અને રોહિત દેવજીભાઈ પરમારે મારી નાખવાની આપી અને આજુબાજુના માણસો આવતા અને 108ને બોલાવી ચોટીલા સરકારી હોસ્પિટલ સારવાર લાવતા 8 ટાંકા આવ્યા હતા. તેમની ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નાની મોલડી પોલીસ સ્ટેશન કરતા તેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પરાલીયા અને પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.