ડીસા સહીત સમગ્ર બનાસકાંઠામાં ગેલોત પરિવાર (માળી સમાજ) દ્વારા ડીસાથી ચિત્તોડગઢમાં બિરાજમાન માં બાણેશ્વરી માતાજી અને સોનાણામાં બિરાજમાન ખેતલાજીના 7 માં સંઘનું આયોજન લક્ઝરી બસ દ્વારા ડીસા તાલુકાના માલગઢ ખાતે આવેલ મહાદેવ કોલ્ડ સ્ટોરેજમાં કરાયું હતું. 

જેમાં સંઘમાં જોડાનાર વ્યક્તિઓ સાથે ચર્ચા-વિચારણા કરાઇ હતી. તા. 19 ડિસેમ્બર 2023 ને મંગળવારે મંગળજી મદરૂપજી ગેલોત પરિવાર દ્વારા પૂજા કોલ્ડ સ્ટોરેજ-પાલનપુર હાઇવેથી વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે સંઘ પ્રસ્થાન થશે. જ્યારે સિસોદરાના ગૌભક્ત પ. પૂ. છોગારામજી બાપુ આશિર્વચન પાઠવશે. જ્યારે સંઘ ચિત્તોડગઢ અને સોનાણામાં પહોંચ્યા બાદ ભાવિક ભક્તો મંદિરમાં શિશ ઝૂકાવશે. જેમાં યજ્ઞના મુખ્ય યજમાન વક્તાજી માલાજી ગેલોત પરિવારે લ્હાવો લીધો હતો.

જ્યારે ભોજનના દાતા મનસુખલાલ ગોરધનજી ગેલોત, સમસ્ત ગેલોત પરિવાર-લુણાવા અને સમસ્ત ગેલોત પરિવાર ગેનાજી ગોળીયા-મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું છે. જ્યારે ચિત્તોડગઢ કિલ્લા ઉપર બાણેશ્વરી માતાજી મંદિરની બાજુમાં બિલ્લા ધર્મશાળા ખાતે તા. 19 ડિસેમ્બર 2023 રાત્રે દાતા ડીસાના અજાપુરાના નવિનભાઇ ભોપાજી ગેલોત દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. જેમાં ભજન સંધ્યા (ડાયરા)માં ભાવિક ભક્તો મોડી રાત સુધી રમઝટ જમાવશે. જ્યારે ભાવિક ભક્તો દર્શન અને ભોજન પ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવશે.

આ પ્રસંગે ડીસાના ધારાશાસ્ત્રી કૈલાશભાઇ વી. ગેલોત, સુખદેવભાઇ વી. ગેલોત, અશોકભાઇ બી. ગેલોત (ગણપતિ), વિષ્ણુભાઇ ગેલોત, કસ્તુરભાઇ ગેલોત, પ્રકાશભાઇ ગેલોત (ભજનિક) અને લાલજીભાઇ ગેલોત સહીત ગેલોત પરિવારના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.