પાલનપુરના ગઢ પંથકમાં એક સગીરાનું અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સગીરાની માતાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ગઢ પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આરોપીએ તારીખ 4 ડિસેમ્બરના રોજ સગીરાનુ અપહરણ કર્યું હતું. જેથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જોકે, સગીરા ન મળતા તેના પરિવારજનો ગઢ પોલીસ મથકે દોડી પહોંચ્યા હતા. જ્યારે 6 ડિસેમ્બરના રોજ આરોપી સગીરાને ગઢ વિસ્તારમાં મૂકીને નાસી છૂટ્યો હતો. જેથી સગીરાની માતાએ ગઢ પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.