આયુષ્માન કાર્ડ મારા પરિવાર માટે સંકટ સમયના સાથી તરીકે પુરવાર થયું છે - લાભાર્થી મહેમુદ શેખ..

ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન માટે સંકલ્પબદ્ધ થયા...

મહીસાગર જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વિરપુર ગામે આગમન થતા ગામની દિકરીઓએ અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિ ચેરમેન પીનાકીન શુક્લ, તાલુકા પંચાયત પ્રમુખ નિખીલ પટેલ સહીત મહાનુભાવોએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો-ઉપલબ્ધીઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામુહિક શપથ લીધા હતા ગ્રામજનોએ મિશન મંગલમની બહેનો દ્વારા રજૂ કરાયેલા ધરતી કહે પુકાર કે નાટક થકી પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સમાંથી તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી નિદર્શનનો લાભ લઈને સહિત સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓ, બાળકો માટે ટીએચઆરના લાભ વિશે અવગત કરાયા હતા.વધુમાં ગ્રામજનોએ વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો 'મેરી કહાની, મેરી જુબાની' થીમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા બદલાવની અનુભૂતિને ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી કિસાન સન્માન નિધિ મેળવનાર ખેડૂત શાંતિભાઈ પટેલે આ યોજના ખેડૂતોને જરૂરિયાત સમયે મદદરૂપ થાય છે તેમ જણાવતા સરકારની જન કલ્યાણકારી યોજના અંગે આભાર વ્યક્ત કર્યો હતો. 

આ પ્રસંગે મનીષાબેન શ્રીમાળીએ મિશન મંગલમમાં જોડાયા પછી સખી મંડળની મહિલાઓના જીવનમાં આવેલ સકારાત્મક બદલાવ વિશે જણાવ્યું હતું. અન્ય લાભાર્થીઓએ પણ સરકારની યોજનાઓના લાભથી જીવનમાં આવેલા પરિવર્તનોની અનુભૂતિ ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. વીરપુર ગ્રામ પંચાયતના વહીવટદાર નરેશભાઈ પટેલને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઓડીએફ અંગે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વીરપુર તાલુકા ભાજપ પ્રમુખ શનાભાઈ, યાત્રાના કન્વીનર શાંતિભાઈ પટેલ,સહ કન્વીનર ધનપાલસિંહ, તાલુકા પંચાયત સદસ્ય દલપતસિંહ પરમાર, અગ્રણીઓ અબ્દુલ કાદર અબ્બાસી,કલ્પેશ પંડ્યા, એસ.બી.ખાંટ, બિલ્કીસબાનું ,સાદાબ અબ્બાસી, અર્જુનસિંહ સોલંકી સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા....

આયુષ્માન કાર્ડ મારા પરિવાર માટે સંકટ સમયના સાથી તરીકે પુરવાર થયું છે - લાભાર્થી મહેમુદ શેખ..

આયુષ્માન કાર્ડની લાભાર્થી મહેમુદ શેખ મોદી સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, તેમને મજુરી કામ કરતાં હ્રદયમાં અચાનક તકલીફ થઇ સ્થાનિક ડોકટરે બહાર બતાવવા કહ્યું તેમની પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયુષ્માન કાર્ડ હતું તેથી અમદાવાદની નામાંકિત હોસ્પિટલમાં અંદાજે ત્રણ ચાર લાખ રૂપિયાના ખર્ચે થતું બાયપાસનું ઓપરેશન વિનામૂલ્યે થયું અને આયુષ્યમાન કાર્ડ પરિવારમાં સંકટ સમયનો સાથી બનીને આવ્યો અને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મળતા તેઓ આજે સ્વસ્થ છે, તેમણે મોદી સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો...