*ખેડબ્રહ્માના નવામોટા ગામના માલાભાઇ ગમારને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનનું સ્વપ્ન સાકાર થયું* 

      સાબરકાંઠાના ખેડબ્રહ્માના તાલુકાના નવા મોટા ગામના વતની માલાભાઇ ભીખાભાઇ ગમારને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.    

     માલાભાઇ ગમાર જણાવે છે કે તેઓ પરીવાર સાથે કાચા મકાનમાં રહેતા હતા. આ કાચા મકાનમાં ચોમાસા અને વાવાઝોડા દરમિયાન વરસાદનું પાણી ઘરમાં ભરાઈ જતું હતું. સાથે મકાન પડી જવાનો ભય રહેતો હતો. વરસાદમાં ઘર વખરી પલળી જતી જેથી ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો.પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત કુલ રૂ. એક લાખ વીસ હજારની સહાય મળતા તેઓ પોતાના પરિવાર સાથે પોતાને મળેલા નવા મકાનમાં શાંતિથી રહે છે. તેમને ઘર બનાવવાની ચિંતા પૂરી થઈ છે.તે માટે સરકારનો આભાર  માન્યો