સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 દિવસ મુશળધાર વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 દિવસ મુશળધાર વરસાદની આગાહી છે. જેમાં મોન્સૂન ટર્ફ પસાર થતા ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમજ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ પડશે. તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે.
લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ પડશે
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. જેમાં અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. તથા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તથા આગામી બે દિવસ વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની વકી છે. તેમજ ઉકાઈ ડેમમાં 79,348 ક્યુસેક પાણીની આવક છે. તથા હથનુરમાંથી 72,290 ક્યુસેક પાણી છોડાયું છે. તેમજ પ્રકાશામાંથી 74,832 ક્યુસેક પાણી છોડાયું છે.
સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી
દ.ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. તથા આગાહી વચ્ચે સુરતમાં આખો દિવસ ઉકળાટનો અનુભવ રહશે. તેમજ આગામી બે દિવસ વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની વકી છે. તથા વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 1 ડિગ્રી વધ્યો છે. જ્યારે સુરતનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી છે. અને લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ઝડપ પ્રતિકલાક 6 કિલોમીટરની રહી હતી.
રિપોર્ટ ..વિપુલ મકવાણા