ચોટીલાના મેવાસા (શે) ગામે સીમમાં આવેલી 32600.49 ચોરસ વાર જમીનમાં રાજકોટ રહેવાસીની આવેલી છે. જેના પરમેવાસા (શે)ના ત્રણ લોકોએ પચાવી પાડતા તેમના વિરુદ્ધ જમીન પચાવી પાડવા બાબત લેન્ડ ગ્રેબિંગ હેઠળ નાની મોલડી પોલીસ સ્ટેશન ગુનો નોંધવામાં આવ્યો હતો.ચોટીલા મેવાસા (શે) ગામની સીમમાં સર્વે નંબર 2 પૈકી/1 જમીન બિનખેતી કરવામાં આવેલી છે તેમાં દક્ષાબેન હસમુખભાઈ સુરાણી રહેવાસી રાજકોટના પતિ હસમુખભાઈ ઘેલાભાઈ સુરાણીએ જયંતીભાઈ દેવશીભાઈ વસોયા રાજકોટવાળા પાસેથી 2016મા લીધેલ હતી.તેમાં પ્લોટ નંબર 107થી 134 અને 165થી 201અને 41થી 46 અને 55थी 75 અને 76 થી 106 અને 135થી 164 અલગ અલગ પ્લોટ મળીને 32600.49 વેચાણથી લીધી હતી.તેની પર અરજણભાઈ દેવશીભાઈ ગોવાણી અને રંજનબેન અરજણભાઈ અને દયાબેન અરજણભાઈ જમીન ઉપર કબજો કરી લીધો હતો.તેમાં હાલ કપાસનું વાવેતર કરવામાં આવેલું છે અને મેવાસા(શે) દક્ષાબેન અને તેના દિયર દિલીપભાઈ અને ભાવેશભાઈ કોટક જમીન જોવા માટે ગયેલ હતા. ત્યારે તેમાં હાલ કપાસનું વાવેતર કરવામાં આવેલું છે અને મેવાસા(શે) દક્ષાબેન અને તેના દિયર દિલીપભાઈ અને ભાવેશભાઈ કોટક જમીન જોવા માટે ગયેલ હતા. ત્યારે ત્રણેય દ્વારા જમીન ઉપર કબજો કરેલો હતો અને તેમને આ જમીન અમારી છે અને તમારે એની અંદર આવું નહીં અને જો અંદર આવશો હાડકા ભાંગી નાખશું તેવું કહીને બોલા ચાલી કરેલી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટર સુરેન્દ્રનગરને લેન્ડ ગ્રેબિંગ અરજી કરવામાં આવી હતી.તેમાં આ જમીન દેવશીભાઈ ભુરાભાઈ ગોવાણી પાસેથી ઘુઘાભાઈ હમીરભાઈ ભરવાડ વેચાણથી રાખી હતી.તેમની પાસેથી જેન્તીભાઈ દેવશીભાઈ વસોયા ખરીદ કરીને બિનખેતી કરાવી પ્લોટીંગ કરવામાં આવ્યા હતા અને તેમાંથી હસમુખભાઈ સુરાણીએ વેચાણથી પ્લોટ ખરીદ્યા હતા અને સામેવાળા અરજણભાઈ દેવશીભાઈ પરિવારને સમજાવવા છતાં જમીનનો કબજો ખાલી ન કરતા નાની મોલડી પોલીસ સ્ટેશન લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તેની તપાસ નાની મોલડી પોલીસ સ્ટેશન પીએસઆઇ વી ઓ વાળા અને પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.