નડિયાદ પાસે બનેલા સીરપકાંડના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે ત્યારે ડીસા તાલુકાના ભીલડી ગામેથી પણ પોલીસે ગેરકાયદેસર સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 1.40 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
નડિયાદ પાસે આયુર્વેદિક સીરપ પીતા પાંચ લોકો મોતને ભેટ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ પોલીસે આવી સિરપનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં ડીસા તાલુકાના ભીલડી ગામેથી પણ અંજની પાર્લરના ગોડાઉનમાંથી આવી ગેરકાયદેસર સીરપનો જથ્થો મળી આવ્યો છે.
ભીલડી પોલીસે તપાસ શરૂ કરતા અંજલી પાર્લર પર આવી હોવાની માહિતી મળી હતી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની 1090 જેટલી સીરપની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે લાયસન્સ કે પરવાના વગરની 1.40 લાખ રૂપિયાનો સીરપનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ આ મામલે અન્ય વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરી છે.