કલોલ પોલીસ મથકે જયેશકુમાર લક્ષ્મીદાસ શાહ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા રેફરલ હોસ્પિટલ સામે સલામભાઈ કોષીયા ની દુકાન તેઓએ માલ સામાન મૂકવા ગોડાઉન તરીકે રાખેલ છે.છેલ્લા એક વર્ષથી આ ગોડાઉન પાસે તેઓ પોતાની મારુતિ ઇકો કાર પાર્ક કરે છે ગત તા ૨૩/૧૧/૨૩ ની રાત્રે ગોડાઉન પાસે તેઓએ લોક કરીને મારુતિ કાર મૂકી હતી બીજા દિવસે સવારે 9:00 કલાકે મારુતિ કાર ગોડાઉન પાસે જોવા મળેલ ન હતી જેથી તેઓએ આસપાસ તપાસ કરી હતી અને મારુતિ ક્યાંય જોવા મળેલ નહીં જેથી તેઓએ કલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે આસપાસની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું જેથી ૨૩/૧૧ ના રાત્રીના ૯ કલાક થી ૨૪/૧૧ ના સવારના ૯ કલાક દરમ્યાન ઈકો કાર જીજે ૧૭ બી એચ ૬૭૧૪ રૂ ૨,૫૦,૦૦૦/ નુ લોક તોડી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી હોવાની ફરિયાદ નોધી કાલોલ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.