હાલોલ તાલુકાના પાંચતાડ ગામે સમસ્ત પાંચતાડ ગામ પરિવાર દ્વારા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો ભવ્ય પાટ પ્રકાશ મહોત્સવ તેમજ નવચંડી યજ્ઞ ભારે ધાર્મિક વાતાવરણમાં રંગેચંગે હર્ષોલ્લાસ પૂર્વક યોજાયો હતો જેમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજના પાટ પ્રકાશ મહોત્સવ અંતર્ગત યોજાયેલા નવચંડી યજ્ઞના ધાર્મિક વાતાવરણમાં ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક યોજાયેલા કાર્યક્રમમાં આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો તેમજ પાંચતાડ ગામના અગ્રણીજનો તેમજ મોટી સંખ્યામાં સમસ્ત ગામના મહિલા પુરુષોએ હાજર રહી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
પાંચતાડ ગામે ગ્રામજનો દ્વારા રામદેવજી મહારાજનો પાટ પ્રકાશ મહોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો, ધારાસભ્યએ આપી હાજરી.
