ડીસાના કંસારી પાસેથી એલસીબી ની ટીમે દારૂ ભરેલી ગાડી સાથે એક ને ઝડપી પાડ્યો...

સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો..

બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ડીસા તાલુકા માં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ડીસા તાલુકાના કંસારી ગામના ટોલ નાકા પાસે નાકાબંધી કરી દારૂ ભરેલી ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો આ સખશ સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાં દારૂની બોટલો સંતાવીને લાવી રહ્યો હતો. જો એલ સી બી ની ટીમે તેને ઝડપી પાડ્યો છે..

બનાસકાંઠા જિલ્લા પોલીસ વળા ની સૂચના થી બનાસકાંઠા એલસીબી ની ટીમ સમગ્ર જિલ્લામાં દારૂ અને જુગારની બધી ને અટકાવવા માટે સતત પેટ્રોલિંગ કરી કાર્યવાહી કરી રહી છે ત્યારે મંગળવારે બનાસકાંઠા જિલ્લા એલ સી બી ના કાનસિંહ મુકેશભાઈ પરમાર નરેશભાઈ જોરાવરસિંહ સંજયભાઈ સહિતની ટીમ ડીસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિયમ માં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ગાડી ધાનેરા તરફથી દારૂ ભરી ડીસા તરફ આવી રહી છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે ડીસા તાલુકાના કંસારી ગામના ટોલ નાકા પાશે નાકાબંધી કરી ધાનેરા તરફથી આવી ગયેલ જેન એસટીલો ગાડી નંબર ડી એલ 09 સી એસ 6709 ને રોકાવી તપાસ કરતા અંદર થી કંઈ મળ્યું ના હતું જોકે પોલીસે ગાડી માં સીટ નીચે ચેક કરતા સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાં થી દારૂ ની બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારુ ની બોટલો મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ 1.89 185 નો મુદામાલ જપ્ત કરી આરોપી હૈદરશા કરીમશા ફકીર રહે બાધાપરા,ધાનેરા વાળા ની અટકાયત કરી તેની સામે પ્રોહિબીશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે..