દિયોદરના સણાદર ગામ નજીક શનિવારે સાંજે બાઇક અને કાર સામસામે ટકરાયા હતા. જેમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે સાત લોકોને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતને લઇ લોકો ઉમટ્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દિયોદર તાલુકાના સણાદર ગામ નજીક શનિવારે સાંજે બાઇક સવારને બચાવવા જતા સ્વિફ્ટ કારનો અસ્માત સર્જાયો હતો. વખા ગામનો માળી પરિવાર કાર નંબર જીજે-08-બીએફ-9375 લઇ ડીસા તરફથી આવી રહ્યો હતો. જ્યારે જીજે-13-કેકે-1226ના બાઇક સવારો દિયોદરથી રૈયા બાજુ આવતાં હતા. તે દરમિયાન દિયોદરના સણાદર ગામ નજીક બાઇક અને કાર બે સામસામે ટકરાયા હતા. બનાવ સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. જેમાં કાર અને બાઇકનો ફુરચો બોલાઇ ગયો હતો.

અકસ્માતમાં સાત લોકોને ગંભીર ઇજા થતાં 108 દ્વારા દિયોદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં બાઇક સવાર એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત પગલે દિયોદર પોલીસ સરકારી હોસ્પિટલમાં દોડી આવી હતી અને અસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કમનસીબ મૃતક

1.જયરામભાઈ તેજાભાઇ બ્રાહ્મણ (રહે.ઢીમા)

ઇજાગ્રસ્ત

1. દશરથભાઈ કાળાભાઇ માળી (રહે.વખા)

2. પ્યારીબેન ગેલોત (રહે.વખા)

3. ગીતાબેન દશરથભાઇ માળી (રહે.વખા)

4. પ્રભુભાઈ રતાભાઈ માળી (રહે.દિયોદર)

5. હરીબેન પ્રભાભાઈ માળી (રહે.વખા)

6.મનસાજી ધરમાજી માળી (રહે.વખા)

7. રેવાભાઇ દરઘાભાઇ બ્રાહ્મણ (રહે.ઢીમા) (બાઇક પાછળ)