*રોલ ઓબ્ઝર્વર શ્રી ડો.ધવલકુમાર પટેલે હિંમતનગર મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી*  

*18 થી 19 વય જૂથના વધુમાં વધુ ફોર્મ ભરાય તે જોવા સૂચના આપી*

    સાબરકાંઠા જિલ્લામાં મતદાન યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રોલ ઓબ્ઝર્વર શ્રી ડો.ધવલકુમાર પટેલે 27 હિંમતનગર વિધાનસભા મત વિસ્તારના 11 મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

      

     સાબરકાંઠા જિલ્લાના રોલ ઓબ્ઝર્વર શ્રી દ્વારા 27-હિંમતનગર વિધાનસભા મતવિસ્તાર નાં 117- હિમતનગર -47,118- હિમતનગર-48,127- હિમતનગર -57,128- હિમતનગર -58,190- કાંકણોલ-9,211- હડિયોલ -1,212 - હડિયોલ -2,213- હડિયોલ -3,259- નિકોડા -1,260- નિકોડા -2,261- નિકોડા -3 કુલ 11 મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે રોલ ઓબ્ઝર્વરશ્રીએ બી.એલ.ઓ. અને સુપરવાઈઝરને વધુમાં વધુ 18-19વય જૂથનાં ફોર્મ ભરવા માટે સૂચના આપી હતી.

        આ મુલાકાત સમયે સાબરકાંઠા કલેક્ટર શ્રી નૈમેષ દવે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ ચૂંટણી વિભાગનો સ્ટાફ, બી.એલ. ઓ., સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા.