૧૨મી ઓગસ્ટ સુધી તિરંગા પ્રાપ્ત કરી અને રાષ્ટ્રપ્રેમના મહાપર્વમાં જોડાશે અમરેલી જિલ્લાના નાગરિકો
અમરેલી તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૨ (બુધવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે સમગ્ર દેશ અને રાષ્ટ્રપ્રેમના મહાપર્વમાં જોડાઈને હર ઘર તિરંગા અભિયાનમાં રાષ્ટ્રપ્રેમની આહૂતિ આપી રહ્યો છે. સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ આ અભિયાન વેગ પકડી રહ્યુ છે ત્યારે નાગરિકોને પોતાના ઘર-દુકાન, સંસ્થાઓ સહિતના સ્થળોએ તિરંગો લહેરાવા માટે તિરંગા સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રના સંક્લનમાં વિતરણ કેન્દ્રોની વ્યવસ્થા શરુ કરવામાં આવી છે. અમરેલી ગ્રામ્ય કક્ષાએ પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્રો અને શાળાઓ પરથી તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તાલુકા કક્ષાએ તિરંગા ખરીદવા માટે નાગરિકો પોસ્ટ ઓફિસની વિતરણ વ્યવસ્થાનો લાભ લઈ શકે છે. અમરેલી નગરમાં પોસ્ટ ઓફિસ ઉપરાંત અમરેલી નગરપાલિકા કચેરી ખાતે તા.૧૨મી ઓગસ્ટ સુધી તિરંગા મેળવી શકાશે. અમરેલીમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે નાગરિકો જ સ્વયંભૂ આગળ આવી રહ્યા છે ત્યારે ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ અત્યાર સુધીમાં ૮૧,૦૦૦થી વધુ તિરંગાઓનું વિતરણ થઈ ચુક્યું છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર અને નાયયબ ચીટનીશ શ્રી ચેતન મારડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રીપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી