પાવીજેતપુર તાલુકાના સટુન ગામેથી ૨,૨૮,૫૦૦/- ના વિદેશી દારૂ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સહિત ૯,૦૬,૭૭૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ પકડાયા
પાવીજેતપુર તાલુકાના સટુન ગામેથી સ્ટેટ મોનિટરીંગ સેલ ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા બાતમી આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ ૧૧૩૭ નંગ, કિંમત રૂપિયા ૨,૨૮,૫૦૦/- તથા એક ફોરવીલ અને ત્રણ બાઈકો મળી કુલ ૯,૦૬,૭૭૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓ ભાગી જવામાં સફળ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો સ્ટાફ ખાનગી વાહનમાં છોટાઉદેપુર જીલ્લામાં છુપી રીતે ચાલતી પ્રોહી જુગારની પ્રવૃત્તિ ડામવા માટે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન ફરતા ફરતા છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર પો. સ્ટ ઓફીસ પાસે આવતા પો.સ.ઈ શ્રી જે.ડી.બારોટને ખાનગી બાતમીદારથી આધારભૂત બાતમી મળેલ કે છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામથી એક સીલ્વર કલરની ફોર વ્હીલર કાર તથા બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવી ઘોઘંબા તરફ જનાર છે.
બાતમી આધરે રેડ કરતા પાવીજેતપુર તાલુકાના સટુન ગામે સહકારી ડેરી પાસે સ્ટેટ મોનિટરિંગના માણસો તેમજ પોલીસ સ્ટાફ વોચમાં ગોઠવાઈ ગયેલ, થોડીક વારમાં જ કુંડલ ગામ તરફથી એક મોટરસાયકલ તથા તેની પાછળ એક ફોરવીલર કાર અને કારની પાછળ બે મોટરસાયકલ આવતા જણાયેલ જેને બેટરીના અજવાળાથી રોકવાનો ઇશારો કરતા આ સાધનો થોડા આગળ ઊભા રાખેલ, અંધારાનો લાભ લઇ છ આરોપીઓ માંથી બે આરોપીઓ ભાગી ગયા હતા. ફોરવીલર કારમાં તેમજ બે બાઈકો ઉપર બાંધેલા કંતાન ના થેલાઓને છોડીને જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટીકની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ ૧૧૩૭ કિ.રૂ. ૨,૨૮,૫૦૦/- તથા ફોર વ્હીલર કાર-૧ કિ.રૂ, ૫,૦૦,૦૦૦/- તથા ટુ-વ્હીલર મોટર સાયકલનંગ ૩ કી.રૂ ૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ. ૨૫,૫૦૦/- તથા અંગઝડતીના રોકડા રૂપીયા ૨,૭૭૦/- મળી કુલ્લ કિ.રૂ. ૯,૦૬.૭૭૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
રેડ દરમિયાન દારૂની ખેપ મારનાર આરોપીઓ ચાર આરોપીઓ પીન્ટેશ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ કોળી રહે પાચીયાસાળ ગામ, નીશાળ ફળીયુ. તા. દેવગઢ બારીયા, જી દાહોદ., સુરેશ ગોપસીગ તોમર રહે નાની ભડોઈ ગામ, હોળી ફળીયુ, તા, કઠીવાડા, જી અલીરાજપુર, મધ્ય પ્રદેશ., અનિલ રમણભાઈ રાઠવા રહે કેળકુવા ગામ, વાણીયા ફળીયુ, તા.દેવગઢ બારીયા, જી. દાહોદ, એક બાળ કિશોર પકડાઈ ગયા હતા જ્યારે આરોપી નિલેશ નાયક રહે ડોલરીયા, તા.જી છોટાઉદેપુર, કમલેશ રહે જબાનીયા. તા.કઠીવાડ, અલીરાજપુર, મધ્ય પ્રદેશ ભાગી ગયા હતા. જ્યારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપી ઇશ્વર ભોપત રાઠવા રહે ધકાપુરા ગામ. અલીરાજપુર, મધ્ય પ્રદેશ., ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મંગાવનાર આરોપી વિજય સમન બારીયા રહે. ખરોડ ગામ, તા. ઘોઘંબા, જી. પંચમહાલના વિરુદ્ધ કદવાલ પોલીસ સ્ટેશન માં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.