ટ્રસ્ટની કિંમતી જમીન આખરે કંઈરીતે અન્ય ખાતેદારના ખાતે ચડે એ પણ મડાગાંઠ ઉકલવી જરૂરી
કોણ કોણ છે શામેલ કરોડોની કિંમતની દરગાહ ની જમીન હડપવામા.... કાયદાની ઉપરવટ કોણે કામ કરેલ... કોણે કરેલ છે આ દસ્તાવેજ ની સાથે છેડા .... ચાલો સહુ આ સમગ્ર હકીકત ને જાણીએ
આ દરગાહ છે અમરેલી જીલ્લા ના ધારી શહેરથી એકદમ નજીક આવેલ નાનાએવા હુડલી ગામમાં
સાહીબે મજારને હઝરત સુલતાનશાહ પીર તરીકે ઓળખવામાં આવે છે.... આ દરગાહ એક ટ્રસ્ટ સંચાલિત છે અને વકફ બોર્ડમાં દરગાહ નુ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવેલ છે..... દરગાહ ની દેખભાળ કરતા ખાદીમના નિભાવખર્ચ માટે વરસો પહેલા કરોડોની કિંમતની ૨૫ વિધા જમીન પણ આવેલ હતી
દરગાહ ના ખાદીમના અવસાન બાદ તેમના પરીવારજનોએ વકફબોર્ડને જાણ કર્યા વિના કરોડોની જમીન સસ્તા ભાવમાં વહેચી નાખેલ હતી.... જેની વેચાણ કીંમત પણ ટ્રસ્ટ મા જમા કરાવીયા વિના તમામ લોકો ચાંઉ કરી ગયેલ છે.....
દરગાહ ટ્રસ્ટની જમીન આખરે ખાદીમના પરીવારજનો એ વહેચી નાખેલ પરંતુ આ જમીન ખરીદ કરનારા ખાતેદારના ખાતામાં ચડી કંઈ રીતે એ પણ એક પ્રશ્ન ઉદભવી રહેલ છે
વકફબોર્ડની મિલ્કત કાયદા મુજબ કોઈપણ ખરીદી ન શકે અથવાતો વહેચી પણ ન શકે..... પરંતુ અહીતો દરગાહ ની જમીન વેચાય પણ ગય અને ખરીદનાર પાર્ટીના નામે ચડી પણ ગયેલ છે
આખરે આ અંગેની જાણ ધારીના મુસ્લિમ સમાજના આગેવાન અમીનભાઈ શેખ અને મુસ્તુફા ભાઈ સોઢાને થતા તેઓએ સમગ્ર હકીકત ગુજરાત રાજય વકફ બોર્ડને આધાર પુરાવાઓ સહીત મોકલી આપેલ
સાથોસાથ અમરેલી જીલ્લા કલેકટર ને પણ લેખીત પુરાવાઓ અને જરૂરી દસ્તાવેજ ની નકલ પણ પહોચાડતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ
કાયદાકીય રીતે આ સમગ્ર મામલા પરથી પરદો ઉચકાવવા માટે જીલ્લા કલેકટર કચેરી તરફથી ચલાલા પોલીસ ને જાણ કરવામાં આવી અને ચલાલા પોલીસે અરજદાર અમીનભાઈ શેખ અને મુસ્તુફા ભાઈ સોઢાનુ નિવેદન પણ લીધેલ હતુ
પોતાના નિવેદનમાં અરજદારોએ આપેલ માહિતી જીલ્લા કલેકટર ને મળતા અને સમગ્ર હકીકત જાણતા મામલતદાર અધિકારી પણ દરગાહ ખાતે જરૂરી નિવેદન લેવા માટે આવેલા હતા
કરોડોની જમીન સસ્તા ભાવે વેચનારા અને ખરીદનારા ની સાથોસાથ વકફબોર્ડની મિલ્કત અન્ય લોકોના ખાતે કરનારા મામલતદાર અધિકારી, ત્રણ નાયબ મામલતદાર અધિકારી અને બની બેઠેલા ખાતેદાર ને લોન ધીરનાર દેનાબેંકના મેનેજર પણ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેવુ હાલ જણાય આવે છે