પાલનપુર તાલુકાના ચંડીસરમાં શુક્રવારે સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતા યુવકને વીજકરંટ લાગતાં મોત થયું હતુ. યુવક સ્નાન કરવા માટે ગયો ત્યારે કરંટ લાગ્યો હતો. ગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પાલનપુર તાલુકાના ચંડીસર ગામે સિમેન્ટની ફેકટરીમાં કામ કરતાં અમદાવાદના ડઢાણાના અદુભા ઝાલા શુક્રવારે સ્નાન કરવા ગયા હતા. જ્યાં ફેકટરી બહાર ઓરડીમાંથી વિજકરંટ લાગતાં ઘટનાસ્થળે મોત થયું હતુ. જેમના મૃતદેહને ચંડીસર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.