ડીસા માં વીજકરંટ લાગતા યુવક ઇજાગ્રસ્ત, ગંભીર રીતે દાઝેલા યુવકને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડાયો..

ડીસામાં ફુવારા સર્કલ પાસે વીજકરંટ લાગતા એક યુવક ગંભીર રીતે દાજ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ યુજીવીસીએલની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો..

ડીસામાં ફુવારા સર્કલ પાસે આવેલ નાળા વિસ્તારમાં રહેતા ચમનભાઈ લુહાર પોતાના ઘરે વીજ લાઈનનું કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક યુજીવીસીએલ ની મેઈન લાઈનમાં શોર્ટ સર્કિટ થતા તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી જતા ઇજાગ્રસ્ત થયા હતા..

બનાવને પગલે તેમના પરિવારજ નો અને આજુ બાજુના લોકોને એકઠાં થઈ ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, આ બનાવ અંગે જાણ થતાં જ યુજીવીસીએલ અને ફાયર ફાઈટરની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ યોજીવીસીએલની ટીમ વીજ લાઈન બંધ કરી સમારકામ હાથ ધર્યું હતું..