ધાંગધ્રા મફતીયપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી ફારૂકભાઈ અમિતભાઈ ચૌહાણ ઘરેથી જમીને મોટર સાયકલ લઈને નીકળતા સમય મેળા ના મેદાન પાસે પહોંચતા આરોપી રમેશભાઈ રાવળ, સિધ્ધરાજ રમેશભાઈ રાવળ, સુનિલ રમેશભાઈ રાવળ, એ ઉભો રાખીને કહેલ કે તું અમારી શેરીમાંથી કેમ મોટરસાયકલ લઈને નીકળે અને અમારા ઘર સામે જોવેસે તેમ કહીને ઉશ્કેરાઈ જઈને ગાળો આપીને ધોકા અને લોખંડના રોડ વડે હુમલો કરાતા પગ અને હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ કરી નાસી છૂટ્યા હતા.ત્યારે પ્રથમ ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી યુ શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તબિયત દ્વારા સારવાર આપવામાં આવી હતી અને પોલીસે હોસ્પિટલ જઈને ફરિયાદ લેતા ફરિયાદી દ્વારા ત્રણ શખ્સ રમેશભાઈ રાવળ, સિધ્ધરાજ રમેશભાઈ રાવળ, સુનિલ રમેશભાઈ રાવળ, રહે ધાંગધ્રા મફતીયા પરા વાળા વિરુદ્ધ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે