પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ ઉપર પતિ અવાર-નવાર શંકા-કુશંકાઓ કરી ઝઘડો કરતો હતો. ત્યારે પાલનપુરના બ્રાહ્મણવાસમાં ભાડાનાં મકાનમાં શુક્રવારની મોડી રાત્રે પતિના ત્રાસથી મહિલાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવા પાણીબારના શીતલબેન ધનજીભાઇ ડામોરના લગ્ન 9 માસ અગાઉ અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના કંટાળુના અલ્પેશકુમાર વિસરામભાઇ દામા સાથે થયા હતા. ત્યારે પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પાલનપુરના બ્રાહ્મણવાસમાં પતિ અલ્પેશકુમાર વિસરામભાઇ દામા સાથે ભાડાના મકાનમાં રહેતાં હતા.
પાલનપુર કલેકટર કચેરીએ નોકરી કરતો પતિ નાની-નાની વાતમાં મહિલા કોન્સ્ટેબલ પર શંકા-કુશંકાઓ કરી ઝઘડો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપી ચારિત્ર પર ખોટા આક્ષેપો કરી ઝઘડો કરતો હતો. નોકરી પર જાય ત્યારે પણ વિડીયો કોલ કરીને પત્ની નોકરી પર છે કે કેમ ? તેની ખરાઈ કરી શંકા કરતો હતો.
જેથી પતિના ત્રાસથી કંટાળી મહિલા પોલીસકર્મીએ શુક્રવારે મોડી રાત્રે ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેથી મહિલા પોલીસ કર્મીના પિતા ધનજીભાઇ ડામોરએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં અલ્પેશકુમાર દામા વિરુદ્ધ દુષ્ટેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દિવાળીના થોડા દિવસ અગાઉ બાથરૂમમાં એક બિડીનું ઠુંઠું પડેલું જોઈ આડા સબંધમાં ઝઘડો કર્યો હતો. દિવાળીના થોડા દિવસ અગાઉ બાથરૂમમાં એક બિડીનું ઠુંઠું પડેલું જોઈને પતિએ મહિલા કોન્સ્ટેબલ પત્ની કોઇ સાથે આડા સબંધ હોવાથી શંકા કરી તેના ચારિત્ર ઉપર ખોટા આક્ષેપો કરી ઝઘડો કર્યો હતો.