કારતક સુદ સાતમનો પાવન દિવસ પરમ પૂજ્ય વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતીનો પાવન દિવસ છે જેમાં આજે સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે હાલોલ નગર ખાતે શ્રી જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરી શ્રી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે જે અંતર્ગત હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ શ્રી જુલેલાલ ભગવાનની વાડી ખાતેથી શ્રી જલારામ બાપાની 224 મી ભવ્ય જન્મ જયંતીની શોભાયાત્રાનો શુભારંભ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તેમજ અનેક મહાનુભવો અને ભક્તોની હાજરીમાં કરાયો હતો જે શોભાયાત્રા વાજતે ગાજતે શ્રી જલારામ બાપાના ગુણગાન,સ્તુતિ,ભજનો ગાતી ભારે ધાર્મિક વાતાવરણમાં કંજરી રોડ પર યોજાતા સમગ્ર કંજરી રોડ પર ભક્તજનો શ્રી જલારામ બાપાની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા હતા.
હાલોલ નગર ખાતે શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ,ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/11/nerity_1a8806f395b7087b8992c439f9d682e4.jpg)