સાબરકાંઠા જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંગે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના ડાયરેક્ટર  

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુશ્રી રોઝ મેરી કે અબ્રાહમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

આગામી તા. ૨૨ નવેમ્બરથી શરૂ થનારી યાત્રા તા. ૨૫ જાન્યુ. ૨૦૨૪ સુધી જિલ્લાના ૫૧૮ ગ્રામ પંચાયતોમાં ચાર રથ ભ્રમણ કરી રાજ્ય તથા કેન્દ્ર સરાકારની તમામ યોજનાથી લોકોને માહિતગાર કરશે          

       કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૨ નવેમ્બર ૨૦૨૩ના રોજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થનાર છે. જે સંદર્ભે કેન્દ્ર સરકાર નાણા મંત્રાલયના ડાયરેક્ટર અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ જિલ્લાના પ્રભારી સુશ્રી રોઝ મેરી કે અબ્રાહમના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતીમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

   આ બેઠકમાં જિલ્લા પ્રભારીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે અને જનજાગૃત્તિ કેળવાય તે માટે સાબરકાંઠા જિલ્લાના ૮ તાલુકાના ૫૧૮ ગ્રામ પંચાયતોઓમાં આગામી તા. ૨૨ નવેમ્બર ૨૦૨૩થી તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી દરરોજ વિકાસ યાત્રા પહોંચશે. તે માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ બનાવાયેલી સમિતિની કામગીરી અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે આઈટી પોર્ટલ ઉપર ડેટા અપલોડ કરવા, લાભોનું વિતરણ, રૂટ પ્લાન, નોડલ ઓફિસરોની નિમણૂક, યાત્રા ગામમાં પહોંચે ત્યારે કાર્યક્રમના આયોજન માટે સ્ટાફની ફાળવણી સહિતની વિગતો ચકાસી હતી.  

    વધુમાં સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો વિશેષ પ્રચાર પ્રસાર કરવા માટે જણાવ્યું હતું. જે ગામમાં યાત્રા પહોંચે ત્યાં હેલ્થ કેમ્પ, પીએમજેએવાય કાર્ડ વિતરણ, સિકલસેલ, ટીબીના દર્દીઓનું સ્ક્રીનીંગ, ક્વિઝ કોમ્પિટિશન, ‘મેરી કહાની મેરી જુબાની’, ‘ધરતી કરે પુકાર ’, સ્વચ્છ્તા સોંગ જેવા કાર્યક્રમો કરી યાત્રાનો હેતુ સફળતાપૂર્વક સાર્થક થાય અને ગામડાઓમાં યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે ખૂબ મહત્વનું છે એમ જણાવી તે મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.

     આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી દીગંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરીયા, નાયબ ખેતી નિયામક, લિડ બેંક મેનેજર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.