દક્ષિણ ગુજરાતની જીવા દોરી સમા અને દરેક ગરીબ વ્યક્તિઓ માટે એક મત્ર હોસ્પિટલ એટલે સુરતની નવી સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરેક પ્રકારની આરોગ્યને લાગતી સેવા ઓ આપવામાં આવતો હોય છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલને ખાનગી હોસ્પિટલની સમકક્ષ બનાવવાની વાત સરકાર કરે છે. પરંતુ તેની વાસ્તવિકતા ક્યાંક અલગ દેખાઈ રહી છે કારણ કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હાલમાં કેટલીક મહત્વની અને અતિ મહત્વ ની કહી શકાય તેવી દવાઓ ની અછતને લીધે દર્દીઓની હાલત દિવસે ને દિવસે સતત કફોડી બની છે અને જ્યાં નવાઈની વાત તો એ છે કે કોરોના સામે રક્ષણ આપતા નજીવા ખર્ચે તય્યાર થતા માસ્ક અને હેન્ડ ગ્લોઝની પણ હાલ અછત વર્તાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જે હિસાબે સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવ દોરી સમા કહી સહાય આમ છતા છતા સુરત આ નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના રોજના હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે પણ ગરીબોની બેલી મનાતી આ સુરત સિવિલ હોસ્પિટલ જે છેલ્લા કેટલાક સમયથી મહત્વની કહી શકાય તેવી 15 જેટલી દવાની અછત છે. છતા સુરતમાં વરસાદ વરસી રહ્યો હોવાથી વાયરલ ઇન્ફેક્શનમાં ઝપેટમાં આવતા વધુ દર્દીઓ સારવાર માટે સિવિલમાં આવી રહ્યા છે ત્યારે આ સમયે વાયરલ ઇન્ફેક્શન માટે ઉપયોગી અમુક એન્ટ્રીબાયોટિક દવાની અછત વર્તાઈ રહી હોય તેમ સામે આવી રહ્યું છે.
અને મહત્વની વાત તો એ છે કે સુરત શહેરમાં ચોથી લહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં કોરોનાના સામે રક્ષણ આપે તે માસ્ક આને હેન્ડ બ્લોઝના જોઈએ એટલા પ્રમાણમાં સ્ટોક સિવિલમાં નથી. અને સામાન્ય રીતે ડોક્ટર જ્યારે પણ કોઈ દર્દીની તપાસ કરે છે. ત્યારે માસ્ક અને હેન્ડ બ્લોઝ પહેરતા હોય છે.
કોરોના કાળમાં માસ્ક અને હેન્ડ બ્લોઝ ની ડિમાન્ડમાં વધારો થયો છે. ત્યારે તેવી પરિસ્થિતિમાં જુદી જુદી સાઈઝના ગોલ્ઝોની અને માસ્ક પૂરતા પ્રમાણમાં સ્ટોક ન હોવાની સુત્રોએ જણાવ્યું હતું. આ સ્થિતિમાં ગરીબ દર્દીઓને બહારના મેડિકલ સ્ટોર પરથી પૈસા ખર્ચીને દવા લાવવાની નોબત ઊભી થઈ હોવાનું સૂત્રો કહ્યું હતું. જ્યારે સિવિલના ડોક્ટરે કહ્યું કે જરૂરી દવાઓ સ્ટોક અને જુદી જુદી સાઈઝના ગોલ્ઝ તથા માસ્કની અછત અંગે ગાંધીનગર ખાતે ગુજરાત મેડિકલસ વસ કોર્પોરેશન લિમિટેડને પૂરતો સ્ટોક આપવા જાણ કરાય છે. જોકે ઇમર્જન્સીના કિસ્સામાં ભારતી દવા લાવીને દર્દીને અપાય રહી છે.