“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”* 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

  સાબરકાંઠામાં આગામી તા.૨૨ મી નવેમ્બરથી ૨૫ મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાશે*

સાબરકાંઠાના ૫૧૮ ગ્રામ પંચાયતોમાં ચાર આધુનિક રથ ભ્રમણ કરશે

       સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

       આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે ચર્ચા કરાઇ હતી.જેમાં કેન્દ્ર સરકારશ્રી ની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનો હેતુ સાથે સમગ્ર દેશમાં તા.૧૫મી નવેમ્બરથી ૨૬મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તા. 22 નવેમ્બર 2023 થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવશે.જિલ્લાની 518 ગ્રામ પંચાયતો ખાતે ચાર આધુનિક રથ ભ્રમણ કરશે અને સરકારની વિવિધ યોજનાઓનો જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

  વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. 

       વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન નો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે આ યાત્રા યોજાશે. 

      જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવામાં આવશે. 

      વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ થી વધુ યોજનાઓને આવરી લેવામાં આવી છે. 

      આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી દિગંત ભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર તેમજ અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.